મુખ્ય સામગ્રી પર જાઓ

MEMORANDUM OF ASSOCIATION

અમારું બંધારણ

સંગમ ફાઉન્ડેશન ટ્રસ્ટના નોંધાયેલ બંધારણ (MoA) મુજબના ૨૯ સત્તાવાર હેતુઓ.

OFFICIAL RECORD

સંસ્થાની વિગતો

સંસ્થાનું નામ
સંગમ ફાઉન્ડેશન ટ્રસ્ટ — મીઠાપુર ડુંગરી
કાર્યક્ષેત્ર
સમગ્ર ભારત દેશ પુરતું મર્યાદિત
નોંધાયેલ કાર્યાલય
C/O વિવેક રમેશભાઈ તળાવીયા, ૨૦૫-૨, પ્લોટ વિસ્તાર, મીઠાપુર ડુંગરી, ચલાલા, તા. ધારી, જિ. અમરેલી — 365630
MoA આંક નંબર
૯/૪
નોંધણી અરજી નંબર
૬૨/૨૫
રેકોર્ડ તારીખ
૧૨/૫/૨૬
ટ્રસ્ટ નોંધણી નં.
F/2135/AMRELI
સોસાયટી નોંધણી નં.
Gujarat/2981/Amreli

30 OBJECTIVES

સંસ્થાના સત્તાવાર હેતુઓ

આ હેતુઓ સંસ્થાના નોંધાયેલ Memorandum of Association મુજબ ક્રમશઃ યથાવત છે અને નાત-જાત-ધર્મના ભેદભાવ વગર લાગુ પડે છે.

  1. 1
    રાહત અને જરૂરિયાત સહાય

    અંધ, અપંગ, માનસિક અસ્થિર, અનાથ, નિરાધાર લોકો તેમજ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન, કપડા તેમજ અનાજ-કરિયાણાની કીટ અને જીવન જરૂરી ચીજવસ્તુઓનું નિઃશુલ્ક વિતરણ કરવું. ઝૂંપડપટ્ટી વિસ્તારોની મુલાકાત લઈ રેશન કીટ, દવાઓ, ફૂડ પેકેટો, અન્ન-વસ્ત્ર તથા જરૂર પડે આર્થિક સહાય આપવી.

  2. 2
    શિક્ષણ અને છાત્રવૃત્તિ

    કોઈપણ ભાષાની બાલવાડી, બાલમંદિર, પૂર્વ-પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, કૉલેજ, ટેકનિકલ ક્લાસીસ, ઔદ્યોગિક શિક્ષણ, નેચરોપથી, આયુર્વેદ તથા કૃષિ વિષયક શાળા/કૉલેજ સ્થાપવી, ચલાવવી અને આવી પ્રવૃત્તિ કરનાર સંસ્થાને મદદ કરવી.

  3. 3
    શિક્ષણ અને છાત્રવૃત્તિ

    વ્યવસાયિક, ટેકનિકલ, IT, એન્જિનિયરિંગ, મેડિકલ, એગ્રીકલ્ચર કૉલેજો, સરકારી/નવા શૈક્ષણિક કોર્ષો, વર્ગો, પ્રયોગશાળાઓ, તાલીમકેન્દ્રો, વર્કશોપ, વાંચનાલયો, પુસ્તકાલયો, ફરતી શાળાઓ, જ્ઞાન-પ્રસારક સામયિકો અને પુસ્તકભંડારો શરૂ કરવા, ચલાવવા અને નિભાવવા.

  4. 4
    શિક્ષણ અને છાત્રવૃત્તિ

    જ્ઞાનપિપાસુ વિદ્યાર્થી/વિદ્યાર્થિનીઓને ફી-શિપ, સ્કૉલરશિપ, ઈનામ, પુસ્તકો અને સહાય આપવી.

  5. 5
    શિક્ષણ અને છાત્રવૃત્તિ

    આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે વાંચનાલયો અને પ્રયોગશાળાઓ સ્થાપવી, ચલાવવી અને નિભાવવી.

  6. 6
    આપત્તિ સહાય

    દુષ્કાળ, અતિવૃષ્ટિ, ધરતીકંપ જેવી આફતો વખતે સમાજને ઉપયોગી થાય તે માટે શક્ય તમામ પ્રયત્નો કરવા અને કાર્યમાં મદદરૂપ થવું.

  7. 7
    સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ

    લોકરુચિને સંસ્કાર આપતા—જીવનમાં મંગલ તત્ત્વો, ભાવનાશીલ અને સુરુચિપૂર્ણ મનોરંજન દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવા અને ઉત્સવોની ઉજવણી કરી લોકોની ભાવનાઓને પોષવી.

  8. 8
    આરોગ્ય સેવાઓ

    આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ. અકસ્માત કે મહામારી વખતે ઝડપી મેડિકલ સહાય તથા શારીરિક-માનસિક ક્ષતિવાળા લોકોને સહાય માટેના પ્રયત્નો.

  9. 9
    આરોગ્ય સેવાઓ

    સર્વરોગ નિદાન અને રસીકરણ માટેના કૅમ્પોનું આયોજન કરવું.

  10. 10
    આરોગ્ય સેવાઓ

    આંખના રોગો માટે 'અંધત્વ નિવારણ કેન્દ્રો' ચલાવવાં, મોતિયા વગેરેના ઑપરેશન કરાવવામાં મદદ કરવી, નિદાન અને સારવાર કરાવવી.

  11. 11
    આરોગ્ય સેવાઓ

    આરોગ્ય માટેની હૉસ્પિટલો, લેબોરેટરી વગેરે સ્થાપવી.

  12. 12
    આરોગ્ય સેવાઓ

    વ્યસન-નાબૂદી કેન્દ્રો ચલાવવા અને આવા કાર્ય કરતી સંસ્થાઓને મદદ કરવી.

  13. 13
    જળ સંરક્ષણ અને પીવાનું પાણી

    પીવાના પાણીની મુશ્કેલીઓ દૂર કરવા ચેકડેમ, બંધપાળા બનાવવા તથા સરકારી/અર્ધ-સરકારી જળ-પુરવઠા સંસ્થાઓને મદદરૂપ થવું.

  14. 14
    જળ સંરક્ષણ અને પીવાનું પાણી

    જમીનમાં પાણીનું તળ સાચવવા તળાવો ઊંડા ઉતારવા, નવા તળાવો બનાવવા, નવા કૂવા ગાળવા કે જૂના કૂવા રીચાર્જ કરવા.

  15. 15
    આવાસ અને દિવ્યાંગ સહાય

    સરદાર આવાસ યોજના, ઈન્દિરા આવાસ યોજના કે આંબેડકર આવાસ યોજનામાં ભાગ લઈ ગરીબ-જરૂરિયાતમંદને રહેઠાણ સુવિધામાં મદદ કરવી.

  16. 16
    આવાસ અને દિવ્યાંગ સહાય

    દિવ્યાંગ ભાઈ-બહેનોના ઉત્કર્ષ માટે યથાયોગ્ય પ્રદાન કરવું.

  17. 17
    આવાસ અને દિવ્યાંગ સહાય

    દિવ્યાંગ, અશક્ત કામદારોને અનાજ, કપડાં વગેરે આપવા તથા રોજગારીની તકો માટે માહિતી, માર્ગદર્શન, શિક્ષણ અને તાલીમ આપવી.

  18. 18
    જળ સંરક્ષણ અને પીવાનું પાણી

    જમીન સંરક્ષણ અને જળસંપત્તિની યોગ્ય જાળવણી માટે બંધપાળા, ખેત-તલાવડી અને વોટરશેડ પ્રવૃત્તિઓ હાથ ધરવી.

  19. 19
    કૃષિ અને પશુપાલન

    ખેતી/પશુપાલન અને પર્યાવરણ જાળવણી અંગે કૅમ્પ, શિબિર, સેમિનાર યોજવા તથા પ્રાકૃતિક અને ગૌ-આધારિત ખેતી તેમજ ગૌ-સંરક્ષણના કાર્યક્રમો યોજવા.

  20. 20
    પશુ-પક્ષી કલ્યાણ અને ગૌસેવા

    અબોલ પશુ-પક્ષી-પ્રાણીઓ માટે ખોરાક, પાણીની વ્યવસ્થા તથા જીવદયા પ્રવૃત્તિઓ. પશુ આરોગ્યના દવાખાનાં, રાહત કેન્દ્રો અને જરૂરી સગવડ ઊભી કરવી.

  21. 21
    મહિલા સશક્તિકરણ

    મહિલાઓના સર્વાંગી વિકાસ માટે ભરત-ગૂંથણ, સિલાઈ ક્લાસીસ, રસોઈકળાને લગતી પ્રવૃત્તિઓ અને વર્ગો યોજવા.

  22. 22
    મહિલા સશક્તિકરણ

    મહિલાઓને માર્ગદર્શન મળે તે માટે માર્ગદર્શન કેન્દ્ર, કાનૂની સલાહ, કુટુંબ-નિયોજન માહિતી અને સરકારી સહાય અંગે માહિતી પૂરી પાડવી.

  23. 23
    મહિલા સશક્તિકરણ

    નિરાધાર, વિધવા, ત્યક્તા, છૂટાછેડાવાળી મહિલાઓને સરકારી સહાય અપાવવી અને વ્યવસાય-લક્ષી વોકેશનલ ટ્રેનિંગ (વણાટ, રમકડાં, દૂધ-વેચાણ) આપવી, સરકારી લોન મેળવવામાં મદદ કરવી.

  24. 24
    સામાજિક કાર્યક્રમો

    સામાજિક કાર્યક્રમો યોજવા, સમૂહલગ્નનું આયોજન કરવું.

  25. 25
    મહિલા સશક્તિકરણ

    દહેજપ્રથા-નાબૂદી, સ્ત્રી-અત્યાચાર અને ત્યક્તાઓ માટે જિલ્લા-તાલુકા મથકોએ કાયદાકીય સહાય કેન્દ્રો. અત્યાચાર-પીડિત મહિલાઓના પુનઃસ્થાપન માટે પરિવાર સલાહ કેન્દ્રો સ્થાપવા.

  26. 26
    સરકારી યોજનાઓ જાગૃતિ

    સમાજ કલ્યાણ, સમાજ સુરક્ષા, મહિલા-બાળ કલ્યાણ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, બક્ષી પંચ વગેરે સરકારી યોજનાઓના લાભો લોકો સુધી પહોંચે તે માટે મીટિંગો, સેમિનારો યોજવા.

  27. 27
    પર્યાવરણ અને પ્રકૃતિ શિક્ષણ

    પર્યાવરણ અંગે જાગૃતિ. પ્રકૃતિ શિક્ષણના વર્ગો અને શિબિરો ચલાવવી.

  28. 28
    પર્યાવરણ અને પ્રકૃતિ શિક્ષણ

    પ્રકૃતિ શિક્ષણ માટે આંતર-રાજ્ય પર્યટનો કે શિબિરો અને ગ્રામ્ય-શહેરી કક્ષાએ પ્રકૃતિ મંડળોની સ્થાપના માટે પ્રેરણા આપવી.

  29. 29
    રાષ્ટ્રભાવના

    સમાજમાં રાષ્ટ્રભાવના નિર્માણ માટે રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી, મહાપુરુષોની જન્મજયંતી/પુણ્યતિથિ પ્રસંગે વિવિધ આયોજનો કરવા.

  30. 30
    શિક્ષણ અને છાત્રવૃત્તિ

    વાલી જાગૃતિ અને સહયોગ — બાળકોના શિક્ષણ, આરોગ્ય, પોષણ અને સર્વાંગી વિકાસ માટે વાલીઓમાં જાગૃતિ લાવવી, વાલી-શિક્ષક સંવાદ કાર્યક્રમો, પરામર્શ સત્રો તથા સામુદાયિક બેઠકો યોજી પરિવારો સાથે સહયોગ સ્થાપવો.

આ માહિતી સંસ્થાના નોંધાયેલ Memorandum of Association મુજબ યથાવત છે. કોઈ વિરોધાભાસની સ્થિતિમાં મૂળ નોંધાયેલ દસ્તાવેજ માન્ય ગણાશે.

NITI Aayog DARPAN પર સ્વતંત્ર ચકાસણી કરો