LEGAL
પ્રાઈવસી પૉલિસી
Digital Personal Data Protection Act, 2023 અનુપાલન.
સંગમ ફાઉન્ડેશન ટ્રસ્ટ ("અમે") તમારી ગુપ્તતાનું મહત્ત્વ સમજે છે. આ વેબસાઈટ પર તમે જે માહિતી આપો છો તેનો ઉપયોગ માત્ર સહાય, સંપર્ક અને દાન સંબંધિત હેતુ માટે જ થાય છે.
એકઠી થતી માહિતી: નામ, સંપર્ક નંબર, ઈમેઇલ, સરનામું, અરજી વિગત, અને તમે અપલોડ કરેલા દસ્તાવેજો.
ઉપયોગ: અરજીની ચકાસણી, સહાય માટેનો સંપર્ક, રસીદ અને અહેવાલ. કોઈ વ્યવસાયિક હેતુ માટે વેચાણ કે ભાડે આપવામાં આવતું નથી.
શેરિંગ: કાનૂની જરૂરિયાત હોય ત્યારે જ યોગ્ય સત્તાવાળાઓ સાથે વહેંચવામાં આવે છે.
સંગ્રહ: માહિતી સુરક્ષિત Google Sheets / Drive પર સચવાય છે. મદદ-અરજીના દસ્તાવેજો અરજી પૂર્ણ થયા બાદ ૩ વર્ષ સુધી સચવાય છે, ત્યારબાદ સુરક્ષિત રીતે કાઢી નાખવામાં આવે છે.
ટ્રસ્ટીઓના વ્યક્તિગત ડેટા અંગે: DPDPA, 2023 ની જોગવાઈઓ મુજબ ટ્રસ્ટીઓના વ્યક્તિગત PAN, Aadhaar, જન્મ-તારીખ, ઘરનું સરનામું, વ્યક્તિગત ફોન અને ઈમેઈલ વેબસાઈટ પર ઈરાદાપૂર્વક પ્રકાશિત કરવામાં આવ્યા નથી. માત્ર નામ અને હોદ્દો જાહેર કરવામાં આવે છે.
તમારા અધિકારો: તમે આપેલી માહિતી જોવા, સુધારવા કે દૂર કરવા માટે અમારી ગ્રીવન્સ ઑફિસરનો સંપર્ક કરી શકો છો.
ગ્રીવન્સ ઑફિસર: પ્રમુખ, સંગમ ફાઉન્ડેશન ટ્રસ્ટ
ઈમેઈલ: sangamfoundation66@gmail.com
ફોન: 7359466000